પ્રભુ તુજ નામ છે નાથ અનંત, તુમ ગુણ પણ છે અકલ અનંત;
છે અનંત સુખનો તુજ ભોગ, દુઃખ અનંતનો કર્યો વિયોગ.||૧||
વીર્ય અનંત તુજ પાસે વસે, જ્ઞાન અનંતે તું ઉલ્લસે
તિમ અનંત દરિસન શ્રીકાર, આપ અનંત થયા અવિકાર.||૨||
તું અનંત કરુણાજલ કૂપ, તાહરી જ્યોતિ અનંત સ્વરુપ;
તુજ અનંત વાણી વિસ્તરે, તેહથી ભવિક અનંત તરે.||૩||
દ્રવ્ય અનંત તુજને પ્રત્યક્ષ, તિમ અનંત પર્યાયનું લક્ષ્ય;
તું અનંત લક્ષણનો ગેહ, બળ અનંત પૂરણ તુજ દેહ.||૪||