Prabhu tuj naam che anant stavan gujarati lyrics

Prabhu tuj naam che anant stavan gujarati lyrics

પ્રભુ તુજ નામ છે નાથ અનંત, તુમ ગુણ પણ છે અકલ અનંત;

છે અનંત સુખનો તુજ ભોગ, દુઃખ અનંતનો કર્યો વિયોગ.

વીર્ય અનંત તુજ પાસે વસે, જ્ઞાન અનંતે તું ઉલ્લસે

 તિમ અનંત દરિસન શ્રીકાર, આપ અનંત થયા અવિકાર.

તું અનંત કરુણાજલ કૂપ, તાહરી જ્યોતિ અનંત સ્વરુપ;

તુજ અનંત વાણી વિસ્તરે, તેહથી ભવિક અનંત તરે.

દ્રવ્ય અનંત તુજને પ્રત્યક્ષ, તિમ અનંત પર્યાયનું લક્ષ્ય;

તું અનંત લક્ષણનો ગેહ, બળ અનંત પૂરણ તુજ દેહ.

તે માટે સુણ દેવ! અનંત!, તાહરી છે પ્રભુ શક્તિ અનંત;

મુજને પણ સુખ દેહિ અનંત, ‘દાન’ કહે ધરી હરખ અનંત.

॥૫॥

Related Articles

× CLICK HERE TO REGISTER