પ્રભુજી! મુજ અવગુણ મત દેખો…
રાગ દશાથી તું રહે ન્યારો,હું મન રાગે વાળું;
દ્વેષરહિત તું સમતા ભીનો, દ્વેષ મારગ હું ચાલું.||૧||
મોહ લેશ ફરસ્યો નહીં તુજને, મોહ લગ્ન મુજ પ્યારી;
તું અકલંકી કલંકિત હું તો, એ પણ રહેણી ન્યારી.||૨||
તું હી નિરાશી ભાવપદ સાધે, હું આશા સંગ વિલુદ્ધો;
તું નિશ્ચલ હું તું સુદ્ધો, હું આચરણે ઊંધો.||૩||
તુજ સ્વભાવથી અવળાં માહરાં, ચરિત્ર સકળ જગે જાણ્યા;
એહવા અવગુણ મુજ અતિભારી, ન ઘટે તુજ મુખ આણ્યાં.||૪||