પ્રથમ જિનેશ્વર પ્રણમીએ, જાસ સુગંધી રે કાય;
કલ્પવૃક્ષ પરે તાસ, ઈન્દ્રાણી નયન જે, ભૂંગ પરે લપટાય. ||૧||
રોગ ઉરગ તુજ નવિ નડે, અમૃત જેહ આસ્વાદ;
તેહથી પ્રતિહત તેહ, માનું કોઈ નવિ કરે,
જગમાં તુમશુંરે વાદ. પ્ર૦ ।। ૨ ।।
વગર ધોઈ તુજ નિર્મળી, કાયા કંચનવાન;
નહીં પ્રસ્વેદ લગાર, તારે તું તેહને, જે ધરે તાહરું ધ્યાન.॥३॥
રાગ ગયો તુજ મન થકી, તેહમાં ચિત્ર ન કોય;
રુધિર આમિષથી, રાગ ગયો તુજ જન્મથી,
દૂધ સહોદર હોય. પ્ર૦।।૪।।
શ્વાસોશ્વાસ કમલ સમો, તુજ લોકોત્તર વાત;
આહાર નિહાર, ચરમ ચક્ષુ ધણી, એહવા તુજ અવદાત.॥५॥
ચાર અતિશય મૂળથી, ઓગણીશ દેવના કીધ;
કર્મ ખપ્યાથી અગિયાર, ચોત્રીશ એમ અતિશયા,
સમવાયાંગે પ્રસિદ્ધ.५० ॥६||