પ્રીતલડી બંધાણી રે અજિત જિણંદશું,
પ્રભુ પાખે ક્ષણ એક મને ન સુહાય જો;
ધ્યાનની તારી રે લાગી નેહ શું,
જલદ ઘટા જિમ શિવ સુત વાહન દાય જો.પ્રીત૦ ।।૧ ।।
નહ ઘેલું મન મારું રે પ્રભુ અલજે રહે,
તન મન ધન તે કારણથી પ્રભુ મુજ જો;
માહરે તો આધાર રે સાહિબ રાવળો,
અંતરગતની પ્રભુ આગળ કહું ગુંજ જો. प्रीत०॥२॥
સાહેબ તે સાચોરે જગમાં જાણીએ,
સેવકના જે સહેજે સુધારે કાજ જો;
એહવે રે આચરણે કેમ કરી રહું,
બિરુદ તમારું તારણ તરણ જહાજ જો.||૩||
તારકતા તુજ માંહે રે શ્રવણે સાંભળી,
તે ભણી હું આવ્યો છું દીનદયાળ જ;
તુજ કરુણાની લહેરે મુજ કારજ સરે,
શું ઘણું કહીએ આગળ કૃપાળ જો.||૪||