પુક્ખલવઈ વિજયે જયો રે, નયરી પુંડરીગિણી સાર;
શ્રી સીમંધર સાહિબા રે, રાય શ્રેયાંસકુમાર;
જિણંદરાય! ધરજો ધર્મ સનેહ…||૧||
મોટા નાનાનું આંતરું રે, ગિરુઆ નવિ દાખંત;
શશી-દરિસણ સાયર વધે રે, કૈરવ વન વિકસંત.||૨||
ઠામ કુઠામ નવિ લેખવે રે, જગ વરસંત જલધાર;
કર દોય કુસુમે વાસિયે રે, છાયા સવિ આધાર.||૩||
રાય ને રંક સરીખા ગણે રે, ઉદ્યોતે શશી સૂર;
ગંગાજળ તે બિહું તણાં રે, તાપ કરે સવિ દૂર.||૪||
સરીખા સહુને તારવા રે, તિમ તુમે છો મહાર
મુજશું અંતર કેમ કરો રે, બાંહ્ય ગ્રહ્યાની લાજ.||૫||
મુખ દેખી ટીલું કરે રે, તે નવિ હોય પ્રમાણ;
મુજરો માને સવિ તણો રે, સાહિબ તેહ સુજાણ. ||૬||