પૂજના તો કીજે રે બારમા જિનતણી રે, જસુ પ્રગટ્યો પૂજ્ય સ્વભાવ;
પર કૃત પૂજા રે જે ઇચ્છે નહિ રે, સાધક કારજ દાવ. ॥੧||
દ્રવ્યથી પૂજારે કારણ ભાવનું રે, ભાવ પ્રશસ્ત ને શુદ્ધ;
પરમ ઈષ્ટ વલ્લભ ત્રિભુવન ધણી રે, વાસુપૂજ્ય સ્વયંબુદ્ધ. ॥२॥
અતિશય મહિમા રે અતિ ઉપગારતા રે, નિરમલ પ્રભુ ગુણરાગ;
સુરમણિ સુરઘટ સુરતરુ તુચ્છ તે રે, જિનરાગી મહાભાગ. ॥३॥
દર્શન જ્ઞાનાદિક ગુણ આત્મના રે, પ્રભુ પ્રભુતા લયલીન;
શુદ્ધ સ્વરુપી રુપે તન્મયી રે, તસુ આસ્વાદન પીન. ॥४॥
શુદ્ધ રસરંગી ચેતના રે, પામે આત્મ સ્વભાવ;
આત્માલંબી નિજ ગુણ રે, પ્રગટે પૂજ્ય સ્વભાવ. ॥५॥
આપ અકર્તા સેવાથી હુવે રે, સેવક પૂરણ સિદ્ધિ;
નિજ ધન ન દીયે પણ આશ્રિત લહેરે, અક્ષય અક્ષર રિદ્ધિ. ।।૬।।