પ્યારા સીમંધર સ્વામી, તમે મુક્તિના ગામી,
વિદેહવાસી વિહરમાનને વંદના હમારી; તને મલવા તલશું,
મને પ્રીતિ તુમશું, વિદેહવાસી વિહરમાનને વંદના હમારી.||૧||
ચાલે મનમાં તારો એક જાપ, તોયે પજવે છે ત્રિવિધ તાપ;
આધિ વ્યાધિ વારો, ઉપાધિથી તાર.||૨||
મને સમવસરણમાં બોલાવો, મીઠી મધુરી વાણી સુણાવો;
મોહ તિમિર ટાળો, મિથ્યાત્વને બાળો.||૩||
થાયે દર્શન તમારા પવિત્ર, તમે જગના ગુરુ જગમિત્ર;
તમે જગના બંધુ, તને ભાવે વંદું.||૪||
તમે શ્રેયાંસરાય કુલચંદા, સતી સત્યકી માતાના નંદા;
તમે જન મનરંજન, આંજો જ્ઞાન અંજ.||૫||