Categories : Radha jeva fulda ne stavan gujarati lyrics રાધા જેવા ફૂલડાં ને, શામલ જેવો રંગ; આજ તારી આંગીનો કાંઈ, રુડો બન્યો છે રંગ; પ્યારા પાસજી હો લાલ! દીનદયાળ મુજને નયણે નિહાળ.||૧|| જોગીવાડે જાગતો ને, માતો ધિંગડમલ્લ; શામલો સોહામણો કાંઈ, જીત્યા આઠે મલ્લ.||૨|| તું છે મારો સાહિબો ને, હું છું તારો દાસ; આશા પૂરો દાસની કાંઈ, સાંભળી અરદાસ.||૩|| દેવ સઘળા દીઠાં તેમાં, એક તું અવ્વલ; લાખેણું છે લટકું તારું, દેખી રીઝે દિલ.||૪|| કોઈ પીરને ને કોઈ નમે રામ ‘ઉદયરત્ન’ કહે પ્રભુજી! મારે તુમશું કામ.||૫|| Related Articles Nem Maree Aankho Ma Chhe (Hindi) Aadishwar Hai Pyaro (Hindi) Aadinath Jee Albela Aave (Hindi) Vairagee Banva Hu To (Hindi) Veerta Sada Tu Dharje (Hindi)