રુડી ને રઢિયાળી રે, વીર તારી દેશના રે…
એ તો ભલી રે યોજનમાં સંભળાય;
સમકિત બીજ આરોપણ થાય.||૧||
ષટ્ મહિનાનીરે ભૂખ તરસ શમે રે,
સાકર દ્રાક્ષ તે હારી જાય;
કુમતિ જનના મદ મોડાય.||૨||
ચાર નિક્ષેપેરે સાત નયે કરી રે,
માંહે ભલી સપ્તભંગી વિખ્યાત;
નિજ નિજ ભાષાએ સમજાય.||૩||
પ્રભુજીને ધ્યાતાં રે શિવપદવી લહેરે,
આતમ ઋદ્ધિનો ભોક્તા થાય;
જ્ઞાનમાં લોકાલોક સમાય.||૪||