Rushabh jinandashu pritadi stavan gujarati lyrics

Rushabh jinandashu pritadi stavan gujarati lyrics

ઋષભ જિણંદશું પ્રીતડી, કીમ કીજે હો કહો ચતુર વિચાર;

પ્રભુજી જઈ અલગા વસ્યા,

તિહાં કિણે નવિ હો કોઈ વચન ઉચ્ચાર. ।।૧ ।।

 

કાગળ પણ પહોંચે નહિ, નવિ પહોંચે હો તિહાં કો પરધાન;

જે પહોંચે તે તુમ સમો, નવિ ભાખે હો કોઈનું વ્યવધાન. ॥२॥

 

પ્રીતિ કરે તે રાગીયા, જિનવરજી હો તુમે તો વીતરાગ;

પ્રીતડી જેહ અરાગીથી, ભેળવવી હો તે લોકોત્તર માર્ગ. ॥3॥

 

પ્રીતિ અનાદિની વિષ ભરી, તે રીતે હો કરવા મુજ ભાવ;

કરવી નિર્વિષ પ્રીતડી, કિણ ભાંતે હો કહો બને બનાવ.॥४॥

 

પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એહ;

પરમપુરુષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણ ગેહ.॥५॥

 

પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હો પ્રગટે ગુણ રાશ;

“દેવચંદ્રની સેવના, આપે હો મુજ અવિચલ સુખ વાસ.||૬||

Related Articles