જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત;
રીઝ્યો સાહિબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત.||૧||
પ્રીત સગાઈરે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કોય;
પ્રીત સગાઈરે નિરુપાધિક કહી રે, સોપાધિક ધન ખોય.||૨||
કોઈ કંત કારણ કાષ્ઠ ભક્ષણ કરે રે, મિલશું કંતને ધાય;
એ મેળો નવિ કદીયે સંભવે રે, મેળો ઠામ ન ઠાય.||૩||
કોઈ પતિરંજન અતિ ઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ;
એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુ મિલાપ.||૪||
કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ;
દોષ રહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ. ||૫||