મનડું મારું જોને ડોલ ડોલ થાય,
સદ્ ભાગ્યે વ્હાલાજીનો સંગ મળી જાય…
માયાના વલગણથી કેમ રે છૂટાય,
સદ્ ભાગ્યે વ્હાલાજીનો સંગ મળી જાય…
મનડું મારું જોને ડોલ ડોલ થાય,
સદ્ ભાગ્યે વ્હાલાજીનો સંગ મળી જાય…
આતમ નો સંગ મને આપજો ભગવંતજી,
ભક્તિ ના પુષ્પો ખિલાવજો ભગવંતજી,
સેવા સત્સંગ માં મનડુ બંધાય,
મનડું મારું જોને ડોલ ડોલ થાય, સદ્ ભાગ્યે વ્હાલાજી…
અંતરથી નેમનાથનું નામ જ્યાં લેવાય છે,
થઈને બહુ રાજી અમ હૈયા હરખાય છે,
એમની કૃપા થી ભવસાગર તરી જાય,
મનડું મારું જોને ડોલ ડોલ થાય, સદ્ ભાગ્યે વ્હાલાજી…
ધન્ય શ્રી ગિરનાર નો નાથ અલગારી,
દુખ દૂર શ્રી નેમિ સુખકારી,
રત્નત્રયી તણા મારગ સમજાય,
મનડું મારું જોને ડોલ ડોલ થાય, સદ્ ભાગ્યે વ્હાલાજી…