સાહેલાં હે કુંથુ જિનેશ્વર! દેવ, રત્નદીપક અતિ દીપતો હો લાલ;
સાહેલાં હે મુજ મનમાંહે, આવે જે અરિબલ જીપતો હો લાલ.||૧||
સાહેલાં હે મીટે તો મોહ અંધકાર, અનુભવ તેજે ઝળહળે હો લાલ;
સાહેલાં હે ધૂમ કષાય ન રખે,
ચરણ ચિત્રામણ નવિ ચલે હો લાલ.||૨||
સાહેલાં હે પાત્ર કરે નહિ હેઠ, સૂરજ તેજે નવિ છીપે હો લાલ;
સાહેલાં હે સર્વ તેજનું તેજ, પહેલાંથી વાધે પછે હો લાલ.||૩||
સાહેલાં હે જેહ ન સમીરને ગમ્ય, ચંચલતા જે નવિ લહે હો લાલ;
સાહેલાં હે જે સદા છે રમ્ય, પુષ્ટ ગુણે નવિ કૃશ રહે હો લાલ.||૪||