સમતા દરિયો, ગિરુઓ જિનપતિ ગુણમણિ ભરિયો;
નાભિ નરેસર નંદન દીઠો, માહરે નયણે અમીય પઈઠો. ॥१॥
ઘર આંગણે સુરતરુ ફળીયો, કરે ચિંતામણિ આવી મળીયો;
આંગણે અમીયના મેહ વૂઠા, સમકિત દૃષ્ટિ સુર સવિ તૂઠા. ॥२॥
મુજ મંદિર સુરધેનુ બંધાણી, પ્રભુશું વાધી પ્રીતિ પુરાની;
કામ કલશ પણ સામો આયો, પ્રભુ દેખી મેં બહુ સુખ પાયો. ॥૩॥
અષ્ટમહાસિદ્ધિ આવે હોડી, નવનિધિ તો મુજ પાસ ન છોડી;
પ્રભુ ધ્યાને નવિ કાંઈ અધૂરું, જિહાં જોઈ તિહાં દીસે પૂરું. ॥४॥
પૂરવ પુણ્ય અંકુરા જાગ્યા, આજ ઢળિયા મુજ પાસા માંગ્યા;
શંખ દક્ષિણાવર્ત તે લહિયો, પ્રભુ દેખી હું અતિ ગહગહિયો. ।।૫।।
ગુરુ આશિષ ફળી મુજ સારી, ભવની ભાવઠ દૂર નિવારી;
નયન મિલાવે મિલીયો સ્વામી, તો મેં સહેજે મુગતિ જ પામી. ।।૬।।
ધન્ય દિવસને ધન્ય એ વેલા, જિહાં હુઆ તુજ દરિશન ભેલા;
ચકોરા મેહા મોરા, તિમ અમે ચાહું દરિશન તોરા. ॥७॥
ભવભય ભગતિ ગુણાદર પૂરો, દર્શન દેઈ પાતક ચૂરો;
જો જાણો તો અધિકું દેયો, પણ એહમાં ઓછું મ કરેયો.॥८॥