Samarath sahib samta dariyo stavan gujarati lyrics

Samarath sahib samta dariyo stavan gujarati lyrics

સમતા દરિયો, ગિરુઓ જિનપતિ ગુણમણિ ભરિયો;

નાભિ નરેસર નંદન દીઠો, માહરે નયણે અમીય પઈઠો. ॥१॥

ઘર આંગણે સુરતરુ ફળીયો, કરે ચિંતામણિ આવી મળીયો;

આંગણે અમીયના મેહ વૂઠા, સમકિત દૃષ્ટિ સુર સવિ તૂઠા. ॥२॥

મુજ મંદિર સુરધેનુ બંધાણી, પ્રભુશું વાધી પ્રીતિ પુરાની;

કામ કલશ પણ સામો આયો, પ્રભુ દેખી મેં બહુ સુખ પાયો. ॥૩॥

અષ્ટમહાસિદ્ધિ આવે હોડી, નવનિધિ તો મુજ પાસ ન છોડી;

પ્રભુ ધ્યાને નવિ કાંઈ અધૂરું, જિહાં જોઈ તિહાં દીસે પૂરું. ॥४॥

પૂરવ પુણ્ય અંકુરા જાગ્યા, આજ ઢળિયા મુજ પાસા માંગ્યા;

શંખ દક્ષિણાવર્ત તે લહિયો, પ્રભુ દેખી હું અતિ ગહગહિયો. ।।૫।।

ગુરુ આશિષ ફળી મુજ સારી, ભવની ભાવઠ દૂર નિવારી;

નયન મિલાવે મિલીયો સ્વામી, તો મેં સહેજે મુગતિ જ પામી. ।।૬।।

ધન્ય દિવસને ધન્ય એ વેલા, જિહાં હુઆ તુજ દરિશન ભેલા;

ચકોરા મેહા મોરા, તિમ અમે ચાહું દરિશન તોરા. ॥७॥

ભવભય ભગતિ ગુણાદર પૂરો, દર્શન દેઈ પાતક ચૂરો;

જો જાણો તો અધિકું દેયો, પણ એહમાં ઓછું મ કરેયો.

શ્રી નયવિજય વિબુધને સીસે, વાચક “જસવિજયે સુજગીશે;॥८॥

રીસહેસરના ગણ ગાયા તેહથી નિજ મનવાંછિત પાયા ||૯||

Related Articles

× CLICK HERE TO REGISTER