સમવસરણ બેસી કરી રે, બારહ પરષદામાંહિ, સ્વરુપ પ્રકાશતા રે,
કરુણાકર જગનાહો રે; નિર્મલ તુજ મુખવાણી રે, જે શ્રવણે સુણે,
તેહિ જ ગુણમણિ ખાણી રે, કુંથું જિનેસરું રે.||૧||
ગુણપર્યાય અનંતતા રે, વળી સ્વભાવ અગાહ;
નયગમ ભંગ નિક્ષેપના રે,Nહેય અદેય પ્રવાહો રે.||૨||
કુંથુનાથ પ્રભુ દેશના રે, સાધન સાધક સિદ્ધ;
ગૌણ મુખ્યતા વચનમાં રે, જ્ઞાન તે સકલ સમૃદ્ધો રે.||૩||
વસ્તુ અનંત સ્વભાવ છે રે, અનંત કથક તસુ નામ;
ગ્રાહક અવસર બોધથી રે, કહવે અર્પિત કામો રે.||૪||
શેષ અનર્પિત ધર્મને રે, સાપેક્ષ શ્રદ્ધા બોધ;
ઉભય રહિત ભાસન હોવે રે, પ્રગટે કેવલ બોધો રે.||૫||
છતી પરિણતિ ગુણ વર્તના રે, ભાસન ભોગ આનંદ;
સમ કાળે પ્રભુ તાહરેરે, રમ્ય રમણ ગુણવૃંદો રે.||૬||
નિજ ભાવે સિય રે, પર નાસ્તિત્વ સ્વભાવ;
અસ્તિપણે તે નાસ્તિતા રે, સિય તે ઉભય સ્વભાવો રે.||૭||
અસ્તિ સ્વભાવ જે આપણો રે, રુચિ વૈરાગ્ય સમેત;
પ્રભુ સન્મુખ વંદન કરી રે, માંગીશ આતમ હેતો રે.||૮||