Samavasaran besi Kari re stavan gujarati lyrics

Samavasaran besi Kari re stavan gujarati lyrics

સમવસરણ બેસી કરી રે, બારહ પરષદામાંહિ, સ્વરુપ પ્રકાશતા રે,

કરુણાકર જગનાહો રે; નિર્મલ તુજ મુખવાણી રે, જે શ્રવણે સુણે,

તેહિ જ ગુણમણિ ખાણી રે, કુંથું જિનેસરું રે. ગુણપર્યાય અનંતતા રે,

વળી સ્વભાવ અગાહ; નયગમ ભંગ નિક્ષેપના રે, હેય અદેય પ્રવાહો રે.

કુંથુનાથ પ્રભુ દેશના રે, સાધન સાધક સિદ્ધ; ગૌણ મુખ્યતા વચનમાં રે,

જ્ઞાન તે સકલ સમૃદ્ધો રે. વસ્તુ અનંત સ્વભાવ છે રે,

અનંત કથક તસુ નામ; ગ્રાહક અવસર બોધથી રે, કહવે અર્પિત કામો રે.

શેષ અનર્પિત ધર્મને રે, સાપેક્ષ શ્રદ્ધા બોધ; ઉભય રહિત ભાસન હોવે રે,

પ્રગટે કેવલ બોધો રે. છતી પરિણતિ ગુણ વર્તના રે, ભાસન ભોગ આનંદ;

સમ કાળે પ્રભુ તાહરેરે, રમ્ય રમણ ગુણવૃંદો રે. નિજ ભાવે સિય રે,

પર નાસ્તિત્વ સ્વભાવ; અસ્તિપણે તે નાસ્તિતા રે, સિય તે ઉભય સ્વભાવો રે.

અસ્તિ સ્વભાવ જે આપણો રે, રુચિ વૈરાગ્ય સમેત; પ્રભુ સન્મુખ વંદન કરી રે,

માંગીશ આતમ હેતો રે. અસ્તિ સ્વભાવ જે રુચિ થઈ રે, ધ્યાતો અસ્તિ સ્વભાવ;

“દેવચંદ્ર’ પદ તે લહેરે, પરમાનંદ જમાવો રે.

Related Articles

× CLICK HERE TO REGISTER