Samay samay sa var gujarati lyrics

Samay samay sa var gujarati lyrics

સમય સમય સા વાર સભારુ (૨ વાર)

તુજશું લગની જોર રે મોહન મુજરો માની લોને (૨ વાર)

જ્યું જલધર પ્રીતિ મોર રે.. સમય સમય..

માહરે તન ધન જીવન તું હી, એહમાં જૂઠ ન જાણો રે (૨ વાર)

અંતરજામી જગજન નેતા (૨ વાર)

તું કિહાં નથી છાનો રે.. સમય સમય..

જેણે તુઝને હિયડે નવિ ધાર્યો તાસ જનમ કુણ લેખે રે (૨ વાર)

રાચે તેજ ન મૂરખ (૨ વાર) રત્ન ને દૂર ઉવેખે રે.. સમય સમય..

સુરતરુ છાયા ગેહરી મૂકી (૨ વાર)

બાઉલ તણે કુણ બેસે રે (૨ વાર)

તારી ઓળખ લાગે મીઠી (૨ વાર)

કિમ વિશેષે રે.. સમય સમય..

વામાનંદન પાસ પ્રભુજી (૨ વાર)

અરજી ચિત્તમા આણો રે (૨ વાર)

રુપવિબુધનો મોહન પભણે (૨ વાર)

સેવક કરી જાણો રે.. સમય સમય..

Related Articles