સમય સમય સો વાર સંભારું, તુજશું લગની જોર રે;
મોહન મુજરો માની લેજો, જ્યું જલધર પ્રીતિ મોર રે.॥੧॥
માહરે તન ધન જીવન તું હી, એહમાં જૂઠ ન જાણો રે;
અંતરજામી જગજન નેતા, તું કિહાં નથી છાનો રે.॥२॥
જેણે તુજને હિયડે નવિ ધ્યાયો, તાસ જનમ કુણ લેખે રે?
કાચે રાચે તે નર મૂરખ, રતનને દૂર ઉવેખે રે.॥३॥
સુરતરુ છાયા મૂકી ગહરી, બાવળ તળે કુણ બેસે રે?
તાહરી ઓલગ લાગે મીઠી, કિમ છોડાય વિશેષે રે.॥४॥