સંભવ જિન જબ નયન મિલ્યો હો,
સંભવ જિન જબ નયન મિલ્યો હો,
પ્રગટે પૂરવ પુણ્ય કે અંકુર,
તબ થેં દિન મોહી સફલ વળ્યો હો;
અબ થેં વિષય પંક કલન મેં,
બેહર નવિ જાઉં કલ્યો હો.||૧||
અંગન મેં અમિયે મેહ વૂઠે,
જન્મ તાપ કો વ્યાપ ગલ્યો હો;
બોધિ બીજ પ્રગટ્યો તિહું જગ મેં,
તપ સંયમ કો ખેત ફલ્યો હો.||૨||
જેસી ભક્તિ તૈસી પ્રભુ કરુણા,
શ્વેત શંખ મેં દૂધ ભળ્યો હો;
દરશન થેં નવિનિધ મેં પાઈ,
દુખ દોહગ સવિ દૂર ટળ્યો હો.||૩||
ડરત ફિરત હે દૂર હી દિલ થેં,
મોહમલ્લ જિણે જગત્રણ છળ્યો હો;
સમકિત રતન લહું દરિસણ ર્થે,
અબ નવિ જાઉં ફુગતિ રુલ્યો હો.||૪||