સંભવ જિનવર વિનંતી, અવધારો ગુણ જ્ઞાતા રે;
ખામી નહિ મુજ ખિજમતે, કદીયે હોશો ફલ દાતા રે.||૧||
કરજોડી ઊભો રહું, રાત-દિવસ તુમ ધ્યાને રે;
જો મનમાં આણો નહીં, તો શું કહીએ થાને રે.||૨||
ખોટ ખજાને કો નહીં, દીજિયે વાંછિત દાનો રે;
કરુણા નજર પ્રભુજી તણી, વાધે સેવક વાનો રે.||૩||
કાળ મુજ મતિ ગણો, ભાવ લબ્ધિ તુમ હાથે રે;
લડથડતું પણ ગજબચ્ચું, ગાજે ગયવર સાથે રે.||૪||