સંભવ જિનવર ખુબ બન્યો રે, અવિહડ ધર્મ સનેહ,
દિન દિન તે વધતો અછે રે, કહિ ન હોવે છેહ!
સૌભાગી જિન! મુજ મન તુંહી સહાય;
એ તો બીજા નાવે દાય, હું તો લળી લળી લાગું પાય. ॥१॥
દુધમાંહિ જિમ ઘૃત વસ્યું રે, વસ્તુમાંહિ સામર્થ્ય,
તંતુમાંહિ જિમ પટ વસ્યો રે, સૂત્રમાંહિ જિમ અર્થ.||૨||
કંચન પારસ પાષાણમાં રે, ચંદનમાં જિમ વાસ;
પૃથ્વીમાંહી જિમ ઔષધી રે, કાર્યો કારણ વાસ.||૩||
જિમ સ્યાદ્વાદે નય મિલે રે, જિમ ગુણમાં પર્યાય;
અરણીમાં પાવક વસ્યા રે, જિમ લોકે ષટકાય.||૪||