સંભવદેવ તે ધુર સેવો સવે રે, લહિ પ્રભુ સેવન ભેદ;
સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ, સં૦।। ૧ ।।
ચંચલતા હો જે પરિણામની રે, દ્વેષ અરોચક ભાવ;
ખેદ પ્રવૃત્તિ હો કરતાં થાકીએ રે, દોષ અબોધ લખાવ.||૨||
ચરામાવર્ત હો ચરમ કરણ તથા રે, ભવપરિણતિ પરિપાક;
સં૦ગારા દોષ ટળે વળી દૃષ્ટિ ખુલે ભલી રે,
પ્રાપ્તિ પ્રવચન વાક. સં૦ ||૩ ।।
પરિચય પાતિક ઘાતક સાધુ શું રે, અકુશલ અપચય ચેત;
ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી રે, પરિશીલન નય હેત. સં૦ ॥૪ ॥
કારણ જોગે હો કારજ નીપજે રે, એમાં કોઈ ન વાદ;
પણ કારણ વિણ કારજ સાધીયે રે, એ નિજ મત ઉન્માદ.||૫||