સાર કર સાર કર સ્વામી શંખેશ્વરા,
વિશ્વ વિખ્યાત એકાંત આવો;
જગતના નાથ મુઝ હાથ ઝાલી કરી,
આજ કિમ કાજમાં વાર લાવો.||૧||
હૃદય મુજ રંજણો શત્રુ દુઃખ ભંજણો,
ઈષ્ટ પરમિષ્ટ મોહે તુહિં સાચો;
ખલક ખિજમત કરે વિપતી સમે ખિણ ભરે,
નવિ રહે તાસ અભિલાષ કાચો.||૨||
યાદવા રણજણે રામ કેશવ રણે,
જામ લાગી જરા નિંદ સોતી,
સ્વામી શંખેશ્વરા ચરણજલ પામીને;
યાદવોની જરા જાય રોતી.||૩||
આજ જિનરાજ! ઉંઘે કિસ્યું? આ સમે,
જાગ મહારાજ! સેવક પનોતા;
સુબુદ્ધિ મધે? ટળે ઘૂતે દોલત હરે,
વીર હાકે રિપુવૃંદ રોતા.||૪||
દાસ છું જન્મના પુરીયે કામના,
ધ્યાનથી માસ દશ દોય વીત્યા;
વિકટ સંકટ હરો નિકટ નયણા કરો
, તો અમે શત્રુ નૃપતિકું જીત્યા.||૫||
કાલ મુખે અશન શીતકાલે વસન,
શ્રમ સુખાસન રણે ઉદક દાઈ;
સુગુણનર સાંભરે વિસરે નહિ કદા,
પાસજી તું સદા છે સખાઈ.||૬||