સરસ્વતી સ્વામીને પાયે લાગું, પ્રણમી સદ્ગુરુ પાયા રે;
ગાઈશું હૈડે હર્ષ ધરીને, શ્રી વર્ધમાન જિનરાયા રે…
મોરા સ્વામી! હો તોરા ચરણ ગ્રહીજે, નરભવ લાહો લીજે રે;
સૌભાગી જિનના ચરણ ગ્રહીજે, વૈરાગી જિનના ચરણ ગ્રહીજે,
ચરણ ગ્રહીજે શરણે રહીજે, નરભવ લ્હાવો લીજે રે.॥੧॥
ભારે કર્મી પણ તેં તાર્યા, પાતિકથી ઉગાર્યા રે;
મુજ સરીખા શેં નવિ સંભાર્યા?,
શું ચિત્તથી ઉતાર્યા રે. મોરા૦|| ૨ ||
પત્થર પણ કોઈ તીર્થ પ્રભાવે, જલમાં દીસે તરતા રે;
તે અમે તરશું તુમ પાય વળગ્યા, કેમ રાખો છો અળગા રે.||૩||
મોરા૦ ।।૩।। મુજ કરણી સામું મત જોજો, નામ સામું તુમે જોજો રે;
સાહિબ સેવકના દુઃખ હરજો, તુમને મંગલ હોજો રે. મોરા૦॥૪॥
તરણતારણ તુમે નામ ધરાવો, હું છું ખિજમતગારો રે;
બીજા કોણ આગળ જઈ યાચું?, મોટો નામ તુમારો રે. મોરા૦ ॥૫॥
એહ વિનંતીએ સાહિબ તૂક્યા, શ્રી વર્ધમાન જિનરાયા રે;
આપ ખજાના માંહેથી આપો, સમકિત રત્ન સવાયા રે. મોરા૦।।૬।।