સૌની ભેગો પણ છે-જુદો મુજ આત્મા,
ઉપધાનમાં મળી જાશે મારો આત્મા…
જિનવાણી ને સુણતા સુણતા દૂર થશે અજ્ઞાન,
ગુરુ જયન્ત ની જન્મ ભૂમિમાં પામશું
આતમજ્ઞાન પ્રમાદભાવથી… દૂર રહી ને,
ઉપયોગમાંહે ચિત્ત ધરીને…
અધિકાર સૂત્ર નો પામશે મારો આત્મા,
ઉપધાનમાં મળી જાશે મારો આત્મા…
શોભી રહ્યા જે મધુકર વીર છે,
નિત્યસેન સુરીજી ધીર ગંભીર છે…
અનુભવાશે-નિપુણતાથી મારો આત્મા
ઉપધાનમાં મળી જાશે મારો આત્મા…