સેવક કિમ અવગણીએ? હો, મલ્લિ જિન! એહ અબ શોભા સારી;
અવર જેહને આદર અતિ દિયે,
તેહને મૂલથી નિવારી. હો મલ્લિ૦ ।। ૧ ।।
જ્ઞાન સ્વરુપ અનાદિ તમારું, તે લીધું તમે તાણી;
જુઓ અજ્ઞાન દશા રિસાણી, જાતા કાણ ન આણી?||૨||
નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરિય અવસ્થા આવી;
નિદ્રા સુપન દશા રિસાણી, જાણી ન નાથ મનાવી.||૩||
હો મલ્લિ૦।।૩।। સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર શું ગાઢી;
મિથ્યામતિ અપરાધણ જાણી, ઘરથી બાહિર કાઢી. હો મલ્લિ૦।।૪।।
હાસ્ય અરતિ રતિ શોક દુર્ગછા, ભય પામર કરસાલી;
નો કષાય શ્રેણી ગજ ચડતાં, શ્વાન તણી ગતિ ઝાલી.||૫||
રગ દ્વેષ અવિરતિની પરિણતિ, એ ચરણ મોહના યોધા;
વીતરાગ પરિણતિ પરિણમતાં, ઊઠી નાઠા બોધા. હો મલ્લિ૦।।૬।।
વેદોદય કામા પરિણામા, કામ્ય કરમ સહુ ત્યાગી;
નિકામી કરુણારસ સાગર, અનંત ચતુષ્ક પદ પાગી. હોમલ્લિ૦।।૭।।
દાન વિઘન વારી સહુ જનને, અભય દાનપદ દાતા;
લાભવિઘનજગવિઘનનિવારી, પરમલાભરસ માતા.||૮||
હોમલ્લિ૦।।૮। વીર્ય વિઘન પંડિતવીર્યે હણી, પૂરણ પદવી યોગી;
ભોગોપભોગ દોય વિઘન નિવારી,
પૂરણ ભોગ સુભોગી. હોમલ્લિ૦।।૯।।
અઢાર દૂષણ વર્જિત તનુ, મુનિજન વૃંદે ગાયા;
અવિરતિ રુપક દોષ નિરુપણ, નિર્દૂષણ મનભાયા. હોમલ્લિ૦।।૧૦।।