Sevak Kim avganiye ho stavan gujarati lyrics

Sevak Kim avganiye ho stavan gujarati lyrics

સેવક કિમ અવગણીએ? હો, મલ્લિ જિન!

એહ અબ શોભા સારી; અવર જેહને આદર અતિ દિયે,

તેહને મૂલથી નિવારી. હો મલ્લિ૦ ।। ૧ ।।

જ્ઞાન સ્વરુપ અનાદિ તમારું, તે લીધું તમે તાણી;

જુઓ અજ્ઞાન દશા રિસાણી, જાતા કાણ ન આણી?

નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરિય અવસ્થા આવી;

નિદ્રા સુપન દશા રિસાણી, જાણી ન નાથ મનાવી.

હો મલ્લિ૦।।૩।। સમકિત સાથે સગાઈ કીધી,

સપરિવાર શું ગાઢી; મિથ્યામતિ અપરાધણ જાણી,

ઘરથી બાહિર કાઢી. હો મલ્લિ૦।।૪।।

હાસ્ય અરતિ રતિ શોક દુર્ગછા, ભય પામર કરસાલી;

નો કષાય શ્રેણી ગજ ચડતાં, શ્વાન તણી ગતિ ઝાલી.

હોમલ્લિ૦।।૫।। રાગ દ્વેષ અવિરતિની પરિણતિ,

એ ચરણ મોહના યોધા; વીતરાગ પરિણતિ પરિણમતાં,

ઊઠી નાઠા બોધા. હો મલ્લિ૦।।૬।। વેદોદય કામા પરિણામા,

કામ્ય કરમ સહુ ત્યાગી; નિકામી કરુણારસ સાગર,

અનંત ચતુષ્ક પદ પાગી. હોમલ્લિ૦।।૭।।

દાન વિઘન વારી સહુ જનને, અભય દાનપદ દાતા;

લાભવિઘનજગવિઘનનિવારી, પરમલાભરસ માતા.

હોમલ્લિ૦।।૮। વીર્ય વિઘન પંડિતવીર્યે હણી,

પૂરણ પદવી યોગી; ભોગોપભોગ દોય વિઘન નિવારી,

પૂરણ ભોગ સુભોગી. હોમલ્લિ૦।।૯।। અઢાર દૂષણ વર્જિત તનુ,

મુનિજન વૃંદે ગાયા; અવિરતિ રુપક દોષ નિરુપણ,

નિર્દૂષણ મનભાયા. હોમલ્લિ૦।।૧૦।।

ઈણવિધ પરખી મન વિસરામી, જિનવર ગુણ જે ગાવે;

દીનબંધુની મહેર નજરથી, “આનંદઘન’ પદ પાવે. હોમલ્લિ૦।।૧૧।।

Related Articles

× CLICK HERE TO REGISTER