સેવો ભવિયાં વિમલ જિણેસર, દુલ્લહા સજ્જન સંગાજી;
એહવા પ્રભુનું દરિશન લેવું, તે આળસ માંહે ગંગાજી. ॥੧॥
અવસર પામી આળસ કરશે, તે મૂરખમાં પહેલોજી;
જેમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘેલોજી.॥२॥
ભવ અનંતમાં દર્શન દીઠું,પ્રભુ એહવા દેખાડેજી;
ગ્રંથિ જે પોળ પોળિયો, કર્મ વિવર ઉઘાડેજી. ॥३॥
તત્ત્વ પ્રીતિકર પાણી પાએ, વિમલા લોકે આંજીજી;
ગુરુ પરમાન્ન દિયે તવ, ભ્રમ નાંખે સવિ ભાંજીજી. ॥४॥
ભ્રમ ભાંગ્યો તવ પ્રભુશું પ્રેમે, વાત કરું મન ખોલીજી;
સરલતણે જે હઈડે આવે, તેહ જણાવે બોલીજી.॥५॥