શા માટે સાહિબ સામું ન જુઓ, હું થયો છું તુમ ગુણ રાગી;
બોલ બીજા સાથે નવિ બોલું,
ન ગમે વાત અનેરી. પ્રભુજી મારા. ।।૧ ।।
જો રે પોતાનો કરીને જાણો, તો મુજ સમકિત વાસો;
પ્રભુજી૦ ભલો ભુંડો પણ ભક્ત તુમારો,
દેઈ દિલાસો ખાસો. પ્રભુજી૦।। ૨ ।।
છેલછબીલો દેવ છોગાળો, અલવેસર અવિનાશી;
પ્રભુજી૦ હૃદયનોવાસી પ્રભુમુજને મળીયો,
નમું હું નિત્યશિર નામી. પ્રભુજી૦।।૩।।
હજુએ હૃદયમાં હોંશ ઘણી છે, રાખી છે તુમ ગુણ રાગી;
પ્રભુજી૦ ભીડભંજનપ્રભુભક્તિનાજોરે,
જાલીમવાસનાભાગી. પ્રભુજી૦।।૪।।