શામળીયો ત્યાગીને હું તો રાગી,
સંયમશું રઢ મને લાગી લાગી;
વ્હાલા રે મારા નેમ નગીનાની રાગી,
વ્હાલા મારા સુંદર શ્યામ સૌભાગી; હારે,
મારા સંયમ લિયે બડભાગી. (૨) સંયમશું૦ ।।૧ ।।
વ્હાલા રે મારા ગઢ ગિરનારની ઘાટે,
મારા મોહન મને મળશે હવે વાટે; હારે,
જઈ હું તો હાથ મેલાવીશ માથે. (૨) સંયમશું૦।। ૨ ।।
જઈ હવે રાજુલ નેમની પાસે,
લીયે હવે સંયમ અતિ ઉલ્લાસે;
હારે, નેમનાથ પહેલા શિવ જાશે. (૨) સંયમશું૦।।૩।।
વ્હાલા રે મારા દંપતી શિવસુખ મળીયો,
વ્હાલા મારા વિરહ દાવાનળ ટળીયો; હારે,
અગુરુલઘુ ગુણે ભરિયો. (૨) સંયમશું૦।।૪।।