Shamniyo tyagine stavan gujarati lyrics

Shamniyo tyagine stavan gujarati lyrics

શામળીયો ત્યાગીને હું તો રાગી, સંયમશું રઢ મને લાગી લાગી;

વ્હાલા રે મારા નેમ નગીનાની રાગી,

વ્હાલા મારા સુંદર શ્યામ સૌભાગી; હારે,

મારા સંયમ લિયે બડભાગી. (૨)

સંયમશું૦ ।।૧ ।।

વ્હાલા રે મારા ગઢ ગિરનારની ઘાટે,

મારા મોહન મને મળશે હવે વાટે; હારે,

જઈ હું તો હાથ મેલાવીશ માથે. (૨)

સંયમશું૦।। ૨ ।।

જઈ હવે રાજુલ નેમની પાસે, લીયે હવે સંયમ અતિ ઉલ્લાસે;

હારે, નેમનાથ પહેલા શિવ જાશે. (૨)

સંયમશું૦।।૩।।

વ્હાલા રે મારા દંપતી શિવસુખ મળીયો,

વ્હાલા મારા વિરહ દાવાનળ ટળીયો; હારે,

અગુરુલઘુ ગુણે ભરિયો. (૨)

સંયમશું૦।।૪।।

‘દીપ’સુણો એક અરજ અમારી, તુમે તો રાજુલનારી; હારે,

મહેરબાન કરી મોહ વારી. (૨)

Related Articles

× CLICK HERE TO REGISTER