ક્ષણ ક્ષણ સાંભરો શાંતિ સલૂણા! ધ્યાન ભુવન જિનરાજ પરુણા;
શાંતિ જિણંદકો નામ અમીસેં, ઉલ્લસિત હોત હમ રોમ વપુના.
ભવચોગાનમેં ફિરતે પાયે, છોરત મેં નહિ ચરણ પ્રભુનાં.||૧||
છિલ્લરમેં રતિ કબહુ ન પાવે, જે ઝીલે જલ ગંગ-યમુના;
તુમ સમ હમ શિર નાથ ન થાશે, કર્મ અધુના દૂના ધુના.||૨||
મોહ લડાઈમેં તેરી સહાઈ, તો ક્ષણમેં છિન્ન છિન્ન કટુના;
નહિ ઘટે પ્રભુ આના કૂના, અચિરાસુત પતિ મોક્ષ વધૂના.||૩||
ઓરકી પાસે મેં આશ ન કરતે, ચાર અનંત પસાય કરુના;
ક્યું કર માંગત પાસ ધતૂરે, યુગલિક યાચક કલ્પતરુના.||૪||
ધ્યાન ખડ્ગવર તેરે આસંગે, મોહ ડરે સારી ભીક ભરુના;
તો સાઈ અરુપી, ભક્તે ધ્યાવત તાના તુના.||૫||