Shan Shan sambharo Shanti salona stavan gujarati lyrics

Shan Shan sambharo Shanti salona stavan gujarati lyrics

ક્ષણ ક્ષણ સાંભરો શાંતિ સલૂણા! ધ્યાન ભુવન જિનરાજ પરુણા;

શાંતિ જિણંદકો નામ અમીસેં, ઉલ્લસિત હોત હમ રોમ વપુના.

ભવચોગાનમેં ફિરતે પાયે, છોરત મેં નહિ ચરણ પ્રભુનાં.

છિલ્લરમેં રતિ કબહુ ન પાવે, જે ઝીલે જલ ગંગ-યમુના;

તુમ સમ હમ શિર નાથ ન થાશે, કર્મ અધુના દૂના ધુના.

મોહ લડાઈમેં તેરી સહાઈ, તો ક્ષણમેં છિન્ન છિન્ન કટુના;

નહિ ઘટે પ્રભુ આના કૂના, અચિરાસુત પતિ મોક્ષ વધૂના.

ઓરકી પાસે મેં આશ ન કરતે, ચાર અનંત પસાય કરુના;

ક્યું કર માંગત પાસ ધતૂરે, યુગલિક યાચક કલ્પતરુના.

ધ્યાન ખડ્ગવર તેરે આસંગે, મોહ ડરે સારી ભીક ભરુના;

તો સાઈ અરુપી, ભક્તે ધ્યાવત તાના તુના.

અનુભવ રંગ વધ્યો ઉપયોગે, ધ્યાન સુપનમેં કાથા ચુના;

ચિદાનંદ ઝકઝોલ ઘટાસેં, શ્રી શુભવીર વિજય પડિપુન્ના.

Related Articles

× CLICK HERE TO REGISTER