Shanti Jin ek muj vinanti stavan gujarati lyrics

Shanti Jin ek muj vinanti stavan gujarati lyrics

શાંતિ જિન એક મુજ વિનતી, સુણો ત્રિભુવનરાય રે;

શાંતિ સરુપ કિમ જાણીયે, કહો મન કિમ પરખાય રે.

ધન્ય તું આતમ જેહને, એહવો પ્રશ્ન અવકાશ રે;

ધીરજ મન ધરી સાંભળો, કહું શાંતિ પ્રતિભાસરે.

ભાવ અવિશુદ્ધ સવિશુદ્ધ જે, કહ્યા જિનવર દેવ રે;

તે તિમ અવિતથ સદ્દહે, પ્રથમ એ શાંતિ પદ સેવ રે.

આગમધર ગુરુ સમકિતી, ક્રિયા સંવર સાર રે;

સંપ્રદાયી અવંચક સદા, સૂચિ અનુભવ ધાર રે.

શુદ્ધ અવલંબન આદરે, તજી અવર જંજાળ રે;

તામસી વૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્ત્વિકી સાલ રે.

ફળ વિસંવાદ જેહમાં નહીં, શબ્દ તે અર્થ સંબંધિ રે;

સકળ નયવાદ વ્યાપી રહ્યો, તે શિવ સાધન સંધિ રે.

વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ અવિરોધ રે;

ગ્રહણવિધિ મહાજને પરિગ્રહ્યો, ઈશ્યો આગમ બોધ રે.

દુષ્ટ જન સંગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાન રે;

જોગ સામથ્ર્ય ચિત્ત ભાવ જે, ધરે મુગતિ નિદાન રે.

માન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણ રે;

વંદક નિંદક સમ ગણે, ઈસો હોય તું જાણ રે.

સર્વ જગ જંતુને સમ ગણે, સમ ગણે તૃણમણિ ભાવ રે;

મુગતિ સંસાર બિહુ સમ ગણે, મુણે ભવ જલનિધિ નાવ રે.

આપણો આતમ ભાવ જે, એક ચેતનાધાર રે;

અવર સવિ સાથ સંયોગથી, એહ નિજ પરિકર સાર રે.

પ્રભુ મુખથી ઈમ સાંભળી, કહે આતમરામ રે;

તાહરે દરિશણે નિસ્તર્યો, મુજ સિધ્યાં સવિ કામ રે.

અહો અહો હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે;

અમિતફળ દાન દાતારની, જેહને ભેટ થઈ તુજ રે.

શાંતિ સરુપ સંક્ષેપથી, કહ્યો નિજ પર રુપ રે;

આગમમાંહિ વિસ્તર ઘણો, કહ્યો શાંતિ જિન ભૂપ રે.

શાંતિ સરુપ ઈમ ભાવશે, ધરી શુદ્ધ પ્રણિધાન રે;

“આનંદઘન’ પદ પામશે, તે લહિશે બહુમાન રે.

Related Articles

× CLICK HERE TO REGISTER