Shanti jineshwar sahiba re stavan gujarati lyrics

Shanti jineshwar sahiba re stavan gujarati lyrics

શાંતિ જિનેશ્વર સાહિબા રે, શાંતિ તણા દાતાર;

અંતરજામી છો માહરારે, આતમના આધાર. શાંતિ૦ ।।૧।।

 

ચિત્ત ચાહે પ્રભુ ચાકરી રે, મન ચાહે મળવાને કાજ;

નયન ચાહે પ્રભુ નિરખવારે, દ્યો દરિશન મહારાજ. શાંતિ૦ ।। ૨ ।।

 

પલક ન વિસરો મન થકી રે, જિમ મોરા મન મેહ;

એક પખો કેમ રાખીયે રે, રાજ કપટનો નેહ. શાંતિ૦॥૩॥

 

નેહ નજર નિહાળતો રે, વાધે બમણો વાન;

અખૂટ ખજાનો પ્રભુ તાહરો રે, દીજીએ વાંછિત દાન.શાંતિ૦॥૪॥

 

આશ કરે જે કોઈ આપણી રે, નવિ મૂકીએ નિરાશ;

સેક જાણીને આપણો રે, દીજીએ તાસ દિલાસ. શાંતિ૦।।૫।|

 

દાયકને દેતાં થકાં રે, ક્ષણ નવિ લાગે વાર;

કાજ સરે નિજ દાસનાં રે, એ મોટો ઉપકાર. શાંતિ૦॥૬॥

 

એવું જાણીને જગધણી રે, દિલમાં હિ ઘરજો પ્યાર;

“રૂપવિજય” કવિરાયનો રે, મોહન જયજયકાર. શાંતિ૦ ।।૭ ।।

Related Articles