શરણ તુમારે આયો જિણંદરાય!, શરણ તુમારે આયો ;
પકડી જકડી મોહ મહારાયે, ચિહું ગતિ ચોક ફિરાયો.||૧||
નરક નિગોદને બંદીખાને, કાળ અનંત રઝળાયો;
પાયા અતિ મહામદના પ્યાલા, બહુ વિપરીત ભમાયો.||૨||
મોહતણી રાણી મહામૂઢતા, તેણે હું ધંધે લગાયો;
છાઈ રહ્યાં મુજ આંતર લોચન, આપકું આપ ભૂલાયો.||૩||
મહા મંત્રીશ્વર મોહરાય કો, મિથ્યાદર્શ કહાયો;
કુદેવ કુગુરુ કુધર્મની સંગે, સૂધ બુધ સઘલી હરાયો.||૪||
નાના વેશ ભેખ પાખંડે, મર્કટ નાચ નચાયો;
વિપર્યાસ આસન પર મંડપ, ચિત્ત વિક્ષેપ રચાયો.||૫||