Shashan Nayak shivasukh dayak stavan gujarati lyrics

Shashan Nayak shivasukh dayak stavan gujarati lyrics

શાસન નાયક, શિવસુખ દાયક જિનપતિ, મારા લાલ,

પાયક જાસ સુરાસુર, ચરણે નરપતિ; મારા લાલ,

ક્ષાયક કંદર્પ કેરા, જેણે નવિ ચિત્ત ધર્યા, મારા લાલ,

ઢાયક પાતક વૃંદ, ચરણ અંગીકર્યા. મારા લાલ.||૧||

 

ક્ષાયકભાવે કેવલ, જ્ઞાનદર્શન ધરે, મારા લાલ,

જ્ઞાયક લોકાલોકના, ભાવશું વિસ્તરે; મારા લાલ,

ઘાયક ઘાતિકર્મ, મર્મની આપદા, મારા લાલ,

લાયક અતિશય, પ્રાતિહાર્યની સંપદા.||૨||

 

મારા લાલ. કારક ષટ્ક થયાં તુજ, આતમ તત્ત્વમાં, મારા લાલ,

ધારક ગુણ સમુદાય, સયલ એકત્વમાં; મારા લાલ,

નારક નર તિરિ દેવ, ભ્રમણથી હું થયો, મારા લાલ,

કારક જેહ વિભાવ, તેણે વિપરીત ભયો. મારા લાલ.||૩||

 

તારક તું ભવિ જીવને, સમરથ મેં લહ્યો, મારા લાલ,

ઠારક કરુણારસથી, ક્રોધાનલ દહ્યો; મારા લાલ,

વારક જેહ ઉપાધિ, અનાદિની સહચરી, મારા લાલ,

કારક નિજ ગુણ ઋદ્ધિ, સેવકને બરાબરી.||૪||

 

મારા લાલ. વાણી એહવી સાંભળી, જિન આગમ તણી, મારા લાલ,

જાણી ઉત્તમ આશ, ધરી મનમાં ધણી; મારા લાલ,

ખાણી ગુણની તુજ પદ, ‘પદ્મ’ની ચાકરી, મારા લાલ,

આણી હિયડે હેજ, કરું નિજ પદ કરી.મારા લાલ.||૫||

Related Articles