શાસન નો શણગાર, શાસન નો તારણહાર,
શાસન નો પાલનહાર, નવકાર,
હો હો डो… તારામાં વિશ્વાસ,
પૂરો છે વિશ્વાસ, મને કરશે ભવપાર નવકાર…
એને સમરે નરને નાર, એ તો સંકટ ને હરનાર
મંત્રો માં શિરદાર… નવકાર, હો હો હો…
તારામાં વિશ્વાસ, પૂરો છે વિશ્વાસ, મને કરશે ભવપાર નવકાર…
એનો મહિમા અપરંપાર, એને ગણો દિવસ રાત
સમરોને વારંવાર… નવકાર, હો હો હો…
તારામાં વિશ્વાસ, પૂરો છે વિશ્વાસ, મને કરશે ભવપાર નવકાર…
નવલાખનો જાપ, નિવારે દુર્ગતિ દ્વાર
પાપીને ઉગારનાર… નવકાર, હો હો હો…
તારામાં વિશ્વાસ, પૂરો છે વિશ્વાસ, મને કરશે ભવપાર નવકાર…
સુખ શાંતિને આપનાર, દુઃખોને હરનાર ચિંતાને ચુરનાર…
નવકાર, હો હો હો… તારામાં વિશ્વાસ, પૂરો છે વિશ્વાસ,
મને કરશે ભવપાર નવકાર…