Shatdarshan Jin ang bhanije stavan gujarati lyrics

Shatdarshan Jin ang bhanije stavan gujarati lyrics

ષટ્ટરશણ જિન અંગ ભણીજે, ન્યાસ ષડંગ જો સાધે રે;

નમિ જિનવરના ચરણ ઉપાસક, ષટ્કરશણ આરાધે રે.||૧||

 

જિન સુર પાદપ પાય વખાણું, સાંખ્ય યોગ દોય ભેદે રે;

આતમ સત્તા વિવરણ કરતાં, લહો દુગ અંગ અખેદે રે.||૨||

 

ભેદ અભેદ સુગત મીમાંસક, જિનવર દોય કર ભારી રે;

લોકાલોક અવલંબન ભજીએ, ગુરુગમથી અવધારી રે.||૩||

 

લોકાયતિક કૂખ જિનવરની, અંશ વિચાર જો કીજે રે;

તત્ત્વવિચાર સુધારસ ધારા, ગુરુગમ વિણ કિમ પીજે રે.||૪||

 

જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરંગે રે;

અક્ષર ન્યાસ ધરા આરાધક, આરાધે ધરી સંગે રે.||૫||

 

સઘળા દરિશણ છે, દર્શન જિનવર ભજના રે;

સાગરમાં સઘળી તટીની સહી, તટીની સાગર ભજના રે.||૬||

 

જિન સરુપ થઈ જિન આરાધે, તે સહિ જિનવર હોવે રે;

ભૂંગી ઈલિકાને અટકાવે, તે ભૂંગી જગ જુવે રે.||૭||

 

ચૂર્ણી ભાષ્ય સૂત્ર નિર્યુક્તિ, વૃત્તિ પરંપર અનુભવ રે;

સમય પુરુષના અંગ કહ્યા એ, જે છેદે તે દૂર ભવી રે.||૮||

 

મુદ્રા બીજ ધારણા અક્ષર, ન્યાસ અરથ વિનિયોગે રે;

જે ધ્યાવે તે નવિ વંચીજે, ક્રિયાં અવંચક ભોગે રે.||૯||

 

શ્રુત અનુસાર વિચારી બોલું, સુગુરુ તથાવિધ ન મિલે રે;

ક્રિયા કરી નવિ સાધી શકીએ, વિખવાદ ચિત્ત સઘળે રે.||૧૦||

 

તે માટે ઊભા કર જોડી, જિનવર આગળ કહીએ રે;

સમય ચરણ સેવા શુચિ દેજો, જિમ ‘આનંદઘન’ લહીએ રે. ।।૧૧ ।।

Related Articles