શીતલ જિનપતિ પ્રભુતા પ્રભુની, મુજથી કહિ ન જાયજી
અનંતતા નિર્મલતા પૂર્ણતા, જ્ઞાન વિના ન જણાયજી.||૧||
ચરમ જલધિ જલ મિને અંજલિ, ગતિ જીપે અતિ વાયજી
સર્વ આકાશ ઉલ્લંઘે ચરણે, પણ પ્રભુતા ન ગણાયજી.||૨||
સર્વ દ્રવ્ય પ્રદેશ અનંતા, તેહથી ગુણ પર્યાયજી;
તાસ વર્ગથી અનંતગુણું પ્રભુ! કેવલજ્ઞાન કહાયજી.||૩||
કેવલ દરિશણ એમ અનંતું, ગ્રહે સામાન્ય સ્વભાવજી;
સ્વ-પર અનંતથી ચરણ અનંતું, સમરણ સંવર ભાવજી.||૪||
દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ ગુણ, રાજનીતિ એ ચારજી;
ત્રસ વિના જડ ચેતન પ્રભુની, કોઈ ન લોપે કારજી.||૫||
શુદ્ધાશય થિર પ્રભુ ઉપયોગે, જે સમરે પ્રભુ નામજી;
અવ્યાબાધ અનંતું પામે, પરમ અમૃત સુખધામજી.||૬||
આણા ઇશ્વરતા નિર્ભયતા, નિર્વાછકતા રુપજી;
ભાવ સ્વાધીન તે અવ્યય રીતે, ઈમ અનંતગુણ ભૂપજી.||૭||
અવ્યાબાધ સુખ નિર્મલ તે તો, કરણ જ્ઞાને ન જણાયજી;
તેહ જ એહનો જાણંગ ભોક્તા, જે તુમ સમ ગુણરાયજી.||૮||