Sheetal jinapati prabhuta prabhuni stavan gujarati lyrics

Sheetal jinapati prabhuta prabhuni stavan gujarati lyrics

શીતલ જિનપતિ પ્રભુતા પ્રભુની, મુજથી કહિ ન જાયજી =

અનંતતા નિર્મલતા પૂર્ણતા, જ્ઞાન વિના ન જણાયજી.

ચરમ જલધિ જલ મિને અંજલિ, ગતિ જીપે અતિ વાયજી

સર્વ આકાશ ઉલ્લંઘે ચરણે, પણ પ્રભુતા ન ગણાયજી.

સર્વ દ્રવ્ય પ્રદેશ અનંતા, તેહથી ગુણ પર્યાયજી;

તાસ વર્ગથી અનંતગુણું પ્રભુ! કેવલજ્ઞાન કહાયજી.

કેવલ દરિશણ એમ અનંતું, ગ્રહે સામાન્ય સ્વભાવજી;

સ્વ-પર અનંતથી ચરણ અનંતું, સમરણ સંવર ભાવજી.

દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ ગુણ, રાજનીતિ એ ચારજી;

ત્રસ વિના જડ ચેતન પ્રભુની, કોઈ ન લોપે કારજી.

શુદ્ધાશય થિર પ્રભુ ઉપયોગે, જે સમરે પ્રભુ નામજી;

અવ્યાબાધ અનંતું પામે, પરમ અમૃત સુખધામજી.

આણા ઇશ્વરતા નિર્ભયતા, નિર્વાછકતા રુપજી;

ભાવ સ્વાધીન તે અવ્યય રીતે, ઈમ અનંતગુણ ભૂપજી.

અવ્યાબાધ સુખ નિર્મલ તે તો, કરણ જ્ઞાને ન જણાયજી;

તેહ જ એહનો જાણંગ ભોક્તા, જે તુમ સમ ગુણરાયજી.

ઈમ અનંત દાનાદિક નિજ ગુણ, વચનાતીત પંડૂરજી;

વાસન ભાસન ભાવે દુર્લભ, પ્રાપ્તિ તો અતિ દૂરજી.

Related Articles

× CLICK HERE TO REGISTER