શીતલ જિનપતિ લલિત ત્રિભંગી, વિવિધ ભંગી મન મોહે રે?
કરુણા કોમલતા તીક્ષણતા, ઉદાસીનતા સોહે રે.||૧||
સર્વજંતુ હિતકરણી કરુણા, કર્મ વિદારણ તીક્ષણ રે;
હાન દાન રહિત પરિણામી, ઉદાસીનતા વીક્ષણ રે.||૨||
પરદુઃખ છેદન ઈચ્છા કરુણા, તીક્ષણ પરદુઃખ રીઝે રે;
ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક ઠામેં કેમ સીઝે રે.||૩||
અભયદાન તે કરુણા, મળક્ષય તિક્ષણતા ગુણ ભાવે રે;
પ્રેરક વિણકૃતિ ઉદાસીનતા, ઈમ વિરોધ મતિ નાવે રે.||૪||
શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિગ્રંથતા સંયોગે રે;
યોગી ભોગી વક્તા મૌની, અનુપયોગી ઉપયોગી રે.||૫||