સિદ્ધગીરીના શિખરો બોલે ૐ નમો અરિહંતાણં
આદેશ્વર ની ધજાઓ બોલે ૐ નમો સિધ્ધાણં
ડુંગર ચડતા યાત્રિકો બોલે ૐ નમો આયરિયાણં
રાયણ પગલે દર્શન કરતા ૐ નમો ઉવજઝાયાણં
આદિશ્વર નું મુખડું જોતા નમો લોએ સવ્વસાહૂણં
દર્શન કરતા સૌ બોલો એસો પંચ નમુક્કારો
નવપદની મહિમા ગાઓ તો સવ્વપાવ પ્પણાસણો
શેઠ સુદર્શનનું મન બોલે મંગલાણં ચ સવ્વેસિં
ધન્નાજી અણગાર બોલે પઢમં હવઈ મંગલં