Shree Anantnath Bhagwan Chaityavandan | શ્રી અનંતનાથ ભગવાનનું ચૈત્યવંદન
અનંત અનંત ગુણ આગરૂ, અયોધ્યા વાસી;
સિંહસેન નૃપ નંદનો, થયો પાપ નિકાસી.
સુજસા માતા જનમીયો, ત્રીસ લાખ ઉદાર;
વરસ આઉખું પાલીયું, જિનવર જયકાર.
લંછન સિંચાણા તણું એ, કાયાધનુષ્ય પચાસ;
જિન પદ પદ્મ નમ્યા થકી, લહીયે સહજ વિલાસ.