શ્રી ચંદ્રપ્રભ જિનપદ સેવા, હેવાએ જે હળિયાજી;
આતમ ગુણ અનુભવથી મલિયા, તે ભવભયથી ટલિયાજી.||૧||
દ્રવ્ય સેવ વંદન નમનાદિક, અર્ચન વલી ગુણગ્રામોજી;
ભાવ અભેદ થવાની ઈહા, પરભાવે નિઃકામોજી. ॥२॥
ભાવ સેવ અપવાદે નૈગમ, પ્રભુ ગુણને સંકલ્પેજી;
સંગ્રહ સત્તા તુલ્યારોપે, ભેદાભેદ વિકલ્પેજી. ॥3॥
વ્યવહારે બહુમાન જ્ઞાન નિજ, ચરણે જિન ગુણ રમણાજી;
પ્રભુ ગુણ આલંબી પરિણામે, ઋજુપદ ધ્યાન સ્મરણાજી.||૪||
શબ્દે શુકલ ધ્યાનારોહણ, સમભિરુઢ ગુણ દશમેજી;
બીઅ શુકલ અવિકલ્પ એકત્વે, એવંભૂત તે અમમેજી.||૫||
ઉત્સર્ગે સમકિત ગુણ પ્રગટ, નૈગમ પ્રભુતા અંશેજી;
સંગ્રહ આતમ સત્તાલંબી, મુનિ પદ ભાવ પ્રશંસેજી.||૬||
ૠજુસૂત્રે જે શ્રેણી પદસ્થે, આત્મશક્તિ પ્રકાશેજી;
યથાખ્યાત પદ શબ્દ શુદ્ધ ધર્મ ઉલ્લાસેજી.||૭||
સયોગી અયોગી શૈલેશે, અંતિમ દુગ નય જાણોજી;
સાધનતાએ નિજ ગુણ વ્યક્તિ, તેહ સેવના વખાણોજી.||૮||
કારણ ભાવ તેહ અપવાદે, કાર્યરુપ ઉત્સર્ગેજી;
આત્મભાવ તે ભાવ દ્રવ્યપદ, બાહ્ય પ્રવૃત્તિ નિસર્ગેજી.||૯||
કારણભાવ પરંપર સેવન, પ્રગટે કારજ ભાવોજી;
કાર્ય સિદ્ધે કારણતા વ્યય, શુચિ પારિણામિક ભાવોજી.||૧૦||