શ્રી જગનાથ જગગુરુ દેવ રે, આદીશ્વર જિનરાય રે,
તુજ મુખ દેખી સાહિબા રે, આનંદ અંગ ન માય રે;
ૠષભ જિન તું મોટો મહારાજ, તુજ દરિસણ દીઠું આજ રે. ।।૧ ।।
આંખડી કમલની પાંખડી રે, જિલ્લા અમીરસ કંદ રે;
મુખ અનુપમ દીપતું રે, નયન ચકોરો ચંદ રે.||૨||
મૂર્તિ જન મન મોહિની રે, જાણે મોહન વેલ રે;
મનના મનોરથ પૂરતી રે, જિમ સુરતરુ રંગરેલ રે.||૩||
એકણ જીભે તાહરા રે, ગુણ કેટલા કહેવાય રે;
ગંગા વાલુકા કણ તણી રે, કીણી પરે સંખ્યા થાય રે. ઋષભ૦।।૪ ॥