Shree jagatnath jagaguru stavan gujarati lyrics

Shree jagatnath jagaguru stavan gujarati lyrics

શ્રી જગનાથ જગગુરુ દેવ રે, આદીશ્વર જિનરાય રે,

તુજ મુખ દેખી સાહિબા રે, આનંદ અંગ ન માય રે;

ૠષભ જિન તું મોટો મહારાજ, તુજ દરિસણ દીઠું આજ રે. ।।૧ ।।

આંખડી કમલની પાંખડી રે, જિલ્લા અમીરસ કંદ રે;

મુખ અનુપમ દીપતું રે, નયન ચકોરો ચંદ રે.

મૂર્તિ જન મન મોહિની રે, જાણે મોહન વેલ રે;

મનના મનોરથ પૂરતી રે, જિમ સુરતરુ રંગરેલ રે.

એકણ જીભે તાહરા રે, ગુણ કેટલા કહેવાય રે;

ગંગા વાલુકા કણ તણી રે, કીણી પરે સંખ્યા થાય રે. ઋષભ૦।।૪ ॥

શત્રુંજય ગિરિ રાજવી રે, નાભિરાયા કુલચંદ રે;

“કેસરવિમલ’ એમ વિનવે રે, ઘો દરિશન સુખકંદ રે.

Related Articles

× CLICK HERE TO REGISTER