Shree Kunthunath Bhagwan Chaityavandan | શ્રી કુંથુનાથ ભગવાનનું ચૈત્યવંદન
કુંથુનાથ કામિત દીયે, ગજપુરનો રાય;
સિરિ માતા ઉરે અવતર્યો, શૂર નરપતિ તાય.
કાયા પાંત્રીસ ધનુષ્યની, લંછન જસ છાગ;
કેવલજ્ઞાનિક ગુણો, પ્રણમો ધરી રાગ.
સહસ પંચાણું વર્ષનું એ, પાલી ઉત્તમ આય;
પદ્મવિજય કહે પ્રણમીયે, ભાવે શ્રી જિનરાય